Saturday, 10 April 2021

હસતાં રહો

હાસ્ય એ સૌથી મોટી કુદરતની ભગવાન દ્વારા અપાયેલી ભેટ છે.હું અમિત, મારા માટે હાસ્ય મારા ખરાબ અને વિકટ સ્થિતિ માં એક દવા સમાન  રહી હતી અને રહે છે.

માણસના જીવનમાં હાસ્ય  વિશેષ મહત્ત્વ છે, હસતો માણસ બધા લોકોને ગમે  છે અને તે તેમને પણ પ્રસન્ન કરી દે છે, આથી ગમે તેવી પરિસ્થિતિમાં માણસ હસતા રહેવાની ટેવ પાડવી જોઈએ. હસતા રહેવાથી માત્ર આપણે જ પ્રસન્ન  નથી થતા, પરંતુ આપણી નજીક રહેતા લોકોને પણ પ્રસન્નતાનો અનુભવ થાય છે,  

|હસતા રહેવાથી માણસ સ્વસ્થ રહે છે. હાસ્ય આપણા  માટે એક ઓષધિ છે, તેથી વિપરીત પરિસ્થિતિમાં પણ હસતા ૨હેવાની ટેવ પાડવી જોઈએ , ગાંધીજીમાં આ ગુણ વિશેષ  પ્રમાણમાં હતો. તેઓ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હસતા રહેતા. એના લીધે વાતાવરણ હળવું બની જતું, પ્રસન્ન રહેવું એ મોટાભાગના મહાપુરુષોનો સ્વભાવ હોય છે, હસતો ચહેરો બધાને ગમે છે, કુરૂપ માણસ પણ જો હસતો રહે તો તે સારી લાગે છે, હસતા રહેવાથી માણસની નકારાત્મકતા દૂર થઈ જાય છે. પ્રસન્ન રહેતા માણસો લાંબુ જીવે છે,......

( વાપી - દમણ પરિવાર સાથે ની ઝલક, 2013) 


  બાળક નાનું હોય ત્યારથી જ હસવા લાગે છે, મનુષ્ય સિવાય બીજું કોઈ પ્રાણી હસી શકતું નથી, આમ હાસ્ય એ પરમાત્માએ મનુષ્યને આપેલી એક સર્વોત્તમ ભેટ છે, નાનું  બાળક ખિલખિલાટ હસે છે ત્યારે તેને જોઈને આપણને અત્યંત પ્રસન્નતાનો અનુભવ થાય છે, હસતું બાળક સુંદર લાગે છે, તેનું હાસ્ય નિર્મળ હોય છે. હસતું બાળક બધાને ગમે છે, એનાથી ઊલટું, રોતલ બાળકોથી બધા દૂર ભાગે છે.

  હસવાથી આપણા સ્નાયુઓ તથા સમગ્ર શરીરમાં હળવાશના અનુભવ થાય છે. મનનો થાક દૂર થઈ જાય છે, ગમે તેવું અઘરું કામ પ્રસન્નતાપૂર્વક કરવામાં આવે તો તે કામ સારું થાય છે અને ઝડપથી થાય છે, હસતા રહેવાથી માણસનું ટેન્શન એટલે કે તણાવ દૂર થઈ જાય છે, હાસ્યમાં એક ચુંબકીય શકિત હોય છે, જે માણસ હસતો  હોય તેના તરફ બધા આક્રષાય  છે, હસતા માણસની સાથે રહેવું બધાને ગમે છે,  

હાસ્ય  ગમે તેવી વિકટ પરિસ્થિતિને આસાન બનાવી દે છે, એકવાર ભગવાન શ્રીકૃષણ, બલરામ અને સાત્યકિ ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં રાત પડી ગઈ, તેમણે એક વૃક્ષ નીચે રાત પસાર કરવાનું નક્કી ક્યું. વારાફરતી બંને  જણમાંથી દરેક એક પ્રહર સુધી ચોકી કરશે એવું નક્કી કર્યું. પેહલા પહોરે સાત્વિકનો  વારો હતો. થોડીવારમાં તે વૃક્ષ ઉપરથી એક પિશાચ ઊતર્યો. તે સાત્યકિએ તેનો સામનો કર્યો, પરંતુ જેમ જેમ સાત્યકિ વધારે બળપૂર્વક લડે તેમ તેમ તે પિશાચ મોટો થતો જતો હતો. આથી  સાત્યકિ તેને હરાવી ન શક્યા. તેઓ થાકીને લોથપોથ થઈ ગયો.  બલરામજીનો વારો હતો. તેમની સાથે પણ ઉપર  જણાવેલી વાતનું જ પુનરાવર્તન થયું. તેઓ પણ એ પિશાચ સાથે  લડતાં લડતાં લોથપોથ થઈ ગયા, પરંતુ તેને હરાવી ન શક્યા.  

ત્રીજા પહોરે ભગવાન શ્રીકૃષ્ણ જાગ્યા. પિશાચ તેમની સાથે પણ યુદ્ધ કરવા લાગ્યો, પરંતુ ભગવાને હસતાં હસતાં "તેને કહ્યું કે યાર ! તું તો બહુ મઝાનો માણસ છે. તારી સાથે લડવામાં મને બહુ આનંદ આવે છે." ભગવાનની એ પ્રસન્નતા તથા નિર્ભયતાના કારણે પેલા પિશાચનું બળ ક્ષીણ થતું ગયું. અને છેવટે તેણે પોતાની હાર સ્વીકારી લીધી. 

 એ પિશાચ બીજું કોઈ નહિ, પરંતુ ક્રોધ જ હતો. ક્રોધને હાસ્ય અને .પ્રસન્નતાથી જ હરાવી શકાય છે. નિરંતર હસતા રેહવાથી  માણસમાં. પ્રસન્નતાનો ગુણ વધે છે. આપણું હાસ્ય કટાયુક્ત તથા બીજાનું અપમાન કરવા માટે ન હેવું જોઈએ. એવા કટાક્ષ અને મજાક્યુક્ત હાસ્યથી સામા માણસને અપમાનનો અનુભવ થાય છે. આથી આપણું હાસ્ય બીજાને આનંદ આપનારું નિર્મળ, નિર્દોષ, પવિત્ર તથા કલ્યાણકારી હોવું જોઈએ. નિર્મળ હાસ્યથી માણસનું આત્મબળ વધે છે.  પ્રસન્ન રહેતા ભગવાન બુદ્ધ અંગુલિમાલ જેવા ભયંકર ડાકુથી પણ ગભરાયા નહતા.આમ હાસ્ય માનસિક સ્થિરતાને જાળવી. રાખે છે. વાતાવરણ ગમે તેટલું તણાવપૂર્ણ હોય, છતાં એકનિર્દોષ  અને નિર્મળ હાસ્યના લીધે તે એકદમ હળવું બની જાય છે. 

સાર :- આજની દોડધામ ભરેલી જિંદગીમાં લોકો હસવાનું ભૂલી ગયા છે તેમને નિરંતર કામ નું ટેન્શન રહેછે. એ  કારણે ઘણીવાર  ભયંકર રોગનો ભોગ બની જાય છે. આથી જો માનસિક તણાવને દૂર કરવો હોય, સ્વસ્થ રહેવું હોય તો માણસે હસતા રહેવાની ટેવ પાડવી જોઈએ. પોતાના સ્વભાવને રમૂજી બનાવવો જોઈએ, પરંતુ હસવામાં આપણુ પોતાનું જીવન હાસ્યાસ્પદ ન બની જાય તેનું ધ્યાન રાખવુંજોઈએ. આપણે સ્વભાવ હસમુખો બનાવવો જોઈએ. 

કોરોના કાળ માં માણસે હસતાં રેહવું પડશે તોજ કોઈ પણ વિકટ પરિસ્થિતિને માત  આપીશું.

તો ચાલો બધા આજે મારી સાથે હસવાનું ચાલુ કરો ................હી ..હી...હી......



અમિત રાણા ( પ્રકૃતિ માણસ)      


                                                                                                                           


                                                     

સંસ્કારનું ફૂલ

 


સંસ્કારનું ફૂલ ....સંસ્કારનું ફૂલ ........સંસ્કારનું ફૂલ ............
સંસ્કારનું ફૂલ સાંભળતા બધાને એવું લાગે કે કોઈ ફિલોસોફી પ્રકારનો કોઈ વિષય પર હશે . અને તેમાં યુવાનો વિષે કલ્પના ના કરવી. તે લોકો માટે તો બોરિંગ સબ્જેક્ટ જેવુ લાગે છે ...સંસ્કારનું ફૂલ ...

ના એવું નથી ...આ કોઈ કંટાળાજનક વિષય નથી ,કોઈ ની આપવીતી નથી.આતો માત્ર શેષ છે.

હમણાં સૌ માનવીને હચમચાવી રહલી બીમારી કોરોના એ આજે માનવી માનવી ને મોઢું બતાવાં જેટલો પણ  રાખ્યો નથી .ખરેખર આ કુદરત ની એક ચાલ છે. આજે પ્રાણીસુર્ષ્ટિને  બહાર નિકરવાનો અને તેહલવાનો સમય આવ્યો છે, જ્યારે માનવીને પાંજરા માં પુરવાનો સમય આવ્યો છે. 

કોરોના ની સાથે સાથે માનવી સાવ નીરસ થઈ ગયો છે. બેચેની,અકડાપણું,ગુસ્સો વગેરે જેવી માનસિક બીમારી નો ભોગ બની રહો છે.એવું નથી માનવી એ આવા સમય માં પોતે બહાર નહીં પણ અંદર જોવાનો પ્રયત્નો કરવો જોઈએ. પોતાના આત્માની અંદર ની વાત કરી રહો છું. જ્યારે પોતાનો આત્માને જાણસે ને આ કોરોના જેવી બીમારી પણ ચાલી જસે અને કોરોના આગળ આગળ  અને માનવી તેને હરાવવા માટે પાછળ પાછળ દોડશે .પણ એવું શું હસે.......જે આજના કોરોના ના કાળ  માં માનવી તેના માટે શું કરવું જોઈએ??????

બસ એ માટે હું અહિ. કેટલા અંશો નો ચિતાર રજૂ કરીશ  જેથી થોડુક  પણ માનવી પોતાના માટે આ સંસ્કારનું ફૂલ માથી  થોડું પણ પોતના માટે ઉપયોગ કરશે ને કોઈ એવી  તાકાત નથી કે માનવી ને હરાવી શકે.. 

સંસ્કાર નું ફૂલ એ માનવી ના કપરા સંજોગો માં લડવાની તાકાત તેમજ નાસીપાસ થયેલા  માનવીને   એક આશાસ્પદ વ્યકિત બનાવશે.
તેમાં મારા દ્વારા કેટલાક મારા પોતના પણ અગંત વિચારો અને બનેલી ઘટનાઑ  પણ રજૂ કરીશ.     




બાળપણ ...આ સમય તો દરેક માનવી તેના જીવન માં થી પસાર થઈને આવ્યો છે.  જો પાછું આવું બાળપણ મલે તો ...?

શું  સમય હતો તે વખતનો ?...આજે યુવાની માં તેને યાદ કરવું એક દવા સમાન છે।


પિતા સાથે સ્કૂટર પર ફરવાજવું,દાદા સાથે ની વાતો..કુદરતના ઝૂલે ઝૂલવા ના દિવસો આજે પણ સમરણ થાય છે. .પેલા મસ્તીખોર મિત્રો જાણે અત્યારે ક્યાં ચાલ્યા  ગયા છે???. કેટલાક આવારા મિત્રો આજે પણ છે.પણ ત્યારની વાતનો સમય નથી.....તે છે બાળપણ .ગીલી દંડાની રમત,લખોટીનો અવાજ , કપડા ધોવાનો પાયો, પ્લાસ્ટિકનો બોલ , ઈશ્વર કાકા ની સાઇકલ અને તેમનું આમ્ર ચૂર્ણ ....ક્યાં ગયા આ દિવસો.


પણ સાલું બાળપણથી લઈને આજે યૌવન ની સ્થિતિ માં આજેય જીંદગીનો ખરો મર્મ સમજયો છે.કપરા સંજોગો, આફત માં સુ કરવું કે સુ ના કરવું ? તેની સમજણ આજે છે પણ તે સમજણ ........ચાલો છોડો આપણે તેને સંસ્કારનું ફૂલ મારી એક પુસ્તક છે ને હું ભવિષ્ય માં બધા સમક્ષ રજુ કરીશ....પણ તેમના કેટલા અંશો હું આ સોફ્ટ કોપી માં પણ આપીશ....ડિજિટલ યુગ છે યાર આ.....


ચલો મિત્રો તો બધાને બીજા પાનાં પર મળીશું ...તો આપણે શરૂઆત કરીએ જેથી લોકો થોડી પ્રેરણા મારી સાથે થી પણ લઈ શકે. શ્રી ગણેશાય તો કરીયે................

" દોસ્તો આ દુનિયા માં પ્રભુ એ આપણને અહી કોઈ કાર્ય કરવા  માટે જન્મ આપ્યો છે, તો તે કાર્યને પોતાના આંતરત્મા ને  પારખીને તે પરભુનો આભાર તો માણીએ "


અમિત રાણા (પ્રકૃતિ માણસ)





હસતાં રહો

હાસ્ય એ સૌથી મોટી કુદરતની ભગવાન દ્વારા અપાયેલી ભેટ છે .હું અમિત, મારા માટે હાસ્ય મારા ખરાબ અને વિકટ સ્થિતિ માં એક દવા સમાન  રહી હતી અને રહે...